(એજન્સી) તા.૧૦
ઈઝરાયેલે બુધવારે કોરોના વાયરસ રસીનો તેનો પ્રથમ જથ્થો મેળવ્યો હતો અને એક વિતરણ કરનારાએ અનુમાન લગાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં કુલ વસ્તીના ચોથા ભાગ માટે આ પૂરતું રહેશે. બેન ગુરિયન એરપોર્ટ પર એક કાર્ગો વિમાન ઊતર્યું હતું. જેમાં અધિકારીઓ અનુસાર ફાઈઝર ઈન્ક રસીઓના સેંકડો હજારો ડોઝ લવાયા હતા, જે સ્ટોરેજ પ્રક્રિયા અને પરિવહનના પરીક્ષણ માટે હતા. વડાપ્રધાન નેતાન્યાહુએ એક એરપોર્ટ સમારોહમાં જણાવ્યું હતું કે મને આ રસી પર વિશ્વાસ છે. મને આશા છે કે આગામી દિવસોમાં આને જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળી જશે. તેમણે ઉમેસ્યું કે તેઓ ઈરાદો રાખે છે કે તેઓ પ્રથમ ઈઝરાયેલી હોય જેને રસી આપવામાં આવે. ઈઝરાયેલ ર૭ ડિસેમ્બરથી રસી આપવાનું શરૂ કરી દેશે અને ઈઝરાયેલના ૯૦ લાખ નાગરિકોમાંથી દરરોજ દિવસ દીઠ ૬૦,૦૦૦ લોકોને રસી આપવાની તૈયારી છે. એમ નેતાત્યાનુએ બુધવારે એક ટીવી સંબોધનમાં કહ્યું હતું. ફાઈઝર અને તેનો ભાગીદાર બાયોએનટેક ગયા મહિને ઈઝરાયેલને આ રસીના ૮૦ લાખ ડોઝ પ્રદાન કરવા માટે સંમત થયા હતા અને મંગળવારે બ્રિટન રસી આપવાની શરૂઆત કરનારો પ્રથમ દેશ બન્યો. ઈઝરાયેલે મોર્ડનાઈન્ક અને એસ્ટ્રાઝેનેકા પીએલસીને પણ રસી મેળવવા માટે ઓર્ડર આપ્યા છે. ઈઝરાયેલમાં ૩,૪૮,૯૬૮ સંક્રમણના કેસ અને ર,૯૩ર મોતનાં આંકડા નોંધાયા છે. આ રસી ધરાવનારૂં ડીએચએલ કાર્ગો વિમાન બુધવારે બેલ્જિયમના બ્રસેલ્સથી ઈઝરાયેલ આવી પહોંચ્યું હતું.