(એજન્સી) તા.ર૮
પેલેસ્ટીની કેદી મહેર અલ-અખરાસ જેણે પોતાની પ્રશાસનિક જેલના વિરોધમાં ભૂખ હડતાળ પર ૧૦૩ દિવસ પછી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. વેસ્ટબેન્ક શહેર જેનિનના ૪૮ વર્ષીય અલ-અખ્સે ઈઝરાયેલની એક નીતિ હેઠળ કસ્ટડીમાં લીધા પછી ભૂખ હડતાળ શરૂ કરી જે અધિકારીઓને આરોપ વિના છ મહિના માટે સખત કસ્ટડીમાં રાખવાની પરવાનગી આપે છે. તેમણે ૧૦૩ દિવસ પછી ૬ નવેમ્બરે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. પેલેસ્ટીની કેદીઓની સોસાયટીએ સમર્થન કર્યું કે આ ઈઝરાયેલના અધિકારીઓના જવાબમાં હતું જે ર૬ નવેમ્બરે તેમના મુક્ત થવા માટે સહમત હતા. કેદીઓના પ્રમુખ કાદર અબુ બક્ર, પેલેસ્ટીની લિબરેશન ઓર્ગેનાઈઝેશનના મામલાઓના ટ્રિબ્યુનલે જણાવ્યું કે કબજાના અધિકારીઓએ માહેર અલ-અખરાસને મુક્ત કરી દીધા છે, અને ઉત્તરી વેસ્ટબેન્કમાં તેમને ઈઝરાયેલી હોસ્પિટલમાંથી નબ્લેસના હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ઈઝરાયેલી જેલોમાં અત્યારે પણ લગભગ પ૦૦૦ પેલેસ્ટીનીઓને રાખવામાં આવ્યા છે. તેમાંથી ૩પ૦ને પ્રશાસનિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ઈઝરાયેલી અધિકારીઓનો દાવો છે કે, અંડરકવર ઓપરેટર્સની ઓળખની સુરક્ષા માટે પરીક્ષણ વિના નિરોધ ક્યારેક ક્યારેક જરૂરી હોય છે, જો કે, માનવ અધિકાર સમૂહોએ જણાવ્યું છે કે તેનો ઉપયોગ કબજાની વિરૂદ્ધ શાંતિપૂર્ણ કાર્યકર્તાઓને પકડવા માટે પણ કરવામાં આવશે.