(એજન્સી) તા.ર૯
કૃષિ કાર્ય સમિતિઓએ જણાવ્યું કે ર૦ર૦માં ઓછામાં ઓછા ૩ર૦ તકો પર ઈઝરાયેલની કબજાવાળી સેનાએ ગાઝાપટ્ટીના પટ પર પેલેસ્ટીન માછીમારો પર હુમલો કર્યો. ગાઝા સ્થિત સંઘે મંગળવારે જણાવ્યું કે ઈઝરાયેલની નૌસેનાએ પેલેસ્ટીન માછલી પકડનારી હોડીઓ અને તેમના ચાલક દળને હેરાન કરવા માટે ભારે મશીનગનો, ગોળા અને પાણીની તોપનો ઉપયોગ કર્યો. તેમણે ગાઝાના ક્ષેત્રીય જળ સુધી પેલેસ્ટીન પહોંચને સીમિત કરી દીધી. જેનાથી તેમને માત્ર ત્રણ માઈલના અંતરે માછલી પકડવા સુધી સીમિત કરી દેવામાં આવ્યા. જો કે ઈઝરાયેલે પાછલા ઓગસ્ટમાં ૧૬ દિવસ માટે માછલી પકડવાના ક્ષેત્રને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યા હતા. પેલેસ્ટીન માછીમારી માટે આંતરરાષ્ટ્રીય જળમાં પાછલી પકડવી અનેક વર્ષોથી અસંભવ છે. વીએડબ્લયુસીએ પાછલા વર્ષે પેલેસ્ટીન માછીમારોની વિરૂદ્ધ ઈઝરાયેલમાં નાટકીય ઉછાળાની ચેતવણી આપી હતી, ર૦૧૯માં ર૦ર૦ની સરખામણીમાં ૬૩ વધુ હુમલા થયા. ઈઝરાયેલી નેવીએ પાછલા વર્ષ ૧૮ પેલેસ્ટીન માછીમારોને ગોળી મારી ઘાયલ કરી દેવામાં આવ્યા હતા. અને અન્ય નવ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમને તેમના કેદીઓ દ્વારા સખ્ત વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત નેવીએ માછલી પકડનારી ૧ર હોડીઓને આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તેમના ઉપકરણોની સાથે અન્ય ચારને ચુરાવી લીધા. ઈઝરાયેલની કબજાવાળી સેનાઓ દ્વારા અનેક જાળોને નષ્ટ અથવા જપ્ત કરી લેવામાં આવી છે.
Recent Comments