(એજન્સી) તા.પ
ઈઝરાયેલના સૈન્ય બુલડોઝરોએ કાલે નિર્માણ પરમિટની અછત પર વેસ્ટ બેંકના કબજાવાળા પૂર્વોત્તર ભાગમાં ૧૧ ઘરોને ધ્વસ્ત કરી દીધા. જોર્ડન ખીણમાં ઈઝરાયેલની વસ્તી ગતિવિધિની દેખરેખ માટે જવાબદાર એક પેલેસ્ટીની અધિકારી મોતાજ બિશારતે જણાવ્યું કે એક ઈઝરાયેલી દળે તબાસા શહેરના પૂર્વમાં હમ્સા બેદોઈન સમુદાય પર હુમલો કર્યો હતો અને પેલેસ્ટીની ઘરોને ધ્વસ્ત કરી દીધા હતા. તેમણે જણાવ્યું કે આ સમુદાય ર૩ પેલેસ્ટીની પરિવારોના રહેવા માટે નાલીદાર લોખંડના ઘરોમાં વસ્યા હતા. જોર્ડન ખીણ ક્ષેત્રમાં ઈબ્જીક ગ્રામ પરિષદના પ્રમુખ અબ્દુલ મજીદ ખદીરતે જણાવ્યું કે ઈઝરાયેલી સેનાએ ગામમાંથી કૃષિ ટ્રેકટર, સોર સેલ અને પાણીના ટેંક જપ્ત કર્યા હતા. જોર્ડન ખીણ ક્ષેત્રમાં પેલેસ્ટીની રહેવાસીઓને સતત તેમના ઘરોને ધ્વસ્ત કરવા અને ઈઝરાયેલી સેના દ્વારા તેમની સંપત્તિને જપ્ત કરવા હેઠળ કરવામાં આવે છે. ૧.૬ મિલિયન ડનમ ક્ષેત્ર હાલમાં ૩૮ ગેરકાયદેસર વસ્તીઓમાં લગભગ ૧૩૦૦૦ ઈઝરાયેલી વસાહતીઓને સમાયોજિત કરે છે અને કેટલાક ૩પ૦૦૦ પેલેસ્ટીની ૩૪ સમુદાયોમાં વિખરાયેલા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ હાલમાં જ જાહેરાત કરી કે તેમની સરકાર જોર્ડન ખીણ સહિત વેસ્ટબેંકના મોટા ક્ષેત્રોને એનેકસ કરશે.