(એજન્સી) તા.૬
પેલેસ્ટીની કેદીઓની ક્લબે જણાવ્યું કે, ઈઝરાયેલના કબજાવાળા દળોએ કાલે વેસ્ટ બેંકના કબજાવાળા વિવિધ વિસ્તારોમાંથી રર પેલેસ્ટીનીઓની ધરપકડ કરી જેમાં ૧ર પોલીસકર્મી સામેલ છે. પીપીએસએ જણાવ્યું કે, તમામ રર પેલેસ્ટીની કેદીઓને પૂછપરછ કેન્દ્રો પર મોકલવામાં આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે ગેરકાયદેસર વસાહતીઓ અને કબજો કરનારી શક્તિઓની વિરૂદ્ધ લોકપ્રિય પ્રતિરોધ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. સમાચાર મુજબ ઈઝરાયેલના કબજાવાળા દળોએ સિલવાડના કબજાવાળા રામલ્લાહ વિસ્તાર પર દરોડા પાડ્યા અને પેલેસ્ટીની યુવાનોના સ્કોર સાથે મુલાકાત કરી. પીપીએસએ જણાવ્યું કે, ચાર પેલેસ્ટીનીઓને કસ્ટડીમાં લીધા પછી ૧ર પેલેસ્ટીની પોલીસ કર્મચારીઓને રામલ્લાહ પાસે નલીન ગામમાં તેમના ઘરો પર રાત્રે દરોડા પાડી ધરપકડ કરવામાં આવી હતી. ઈઝરાયેલના કબજાવાળા દળોએ અલ-અક્સા મસ્જિદ પરિસરમાં બાબા અલ-રહમા મસ્જિદ પર પણ હુમલો કર્યો અને અંદરની તસવીરો લીધી.