(એજન્સી) તા.૧૮
પેલેસ્ટીની કેદીની સોસાયટી (પીપીએસ)એ જણાવ્યું કે ઈઝરાયેલની કબજાવાળી સેનાએ કાલે રાત્રે વેસ્ટ બેન્કમાંથી એક મેયર સહિત ૧ર પેલેસ્ટીનીઓની ધરપકડ કરી. પીપીએસ દ્વારા જારી એક નિવેદન મુજબ બેથલેહામમાં પોતાના ઘરોમાં તોડફોડ કર્યા પછી ઈઝરાયેલી દળોએ પાંચ પેલેસ્ટીનીઓને પકડી લીધા. પાંચ કેદીઓમાંથી એકની ઓળખ બેથલેહામના દક્ષિણ પશ્ચિમમાં ઉમ્મ સલામુન ગામના રહેવાસી તરીકે કરવામાં આવી છે, બે અન્ય લોકો મારાહ રબાહ ગામના રહેવાસી છે. જેરીકોમાં દરોડા દરમ્યાન પીપીએસએ જણાવ્યું કે, ઈઝરાયેલના કબજાવાળા દળોએ શહેરના પશ્ચિમમાં ઈલિન સુલતાનને સૈન્ય વાહનોમાં ઉડાવી દીધા અને એકની ધરપકડ કરી અને બીજા પર શારીરિક હુમલો કર્યો. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જેનીનના દક્ષિણ પશ્ચિમમાં સિલાટ અદ-ધાર શહેરમાં એક સમાન સૈન્ય દરોડા પાડવામાં આવ્યા, જયાં સૈનિકોએ જણાવ્યું કે વફા શહેરના મેયર, અસદ અમીન હંતૌલી અને એક પૂર્વ કેદીની ધરપકડ કરી. ઈઝરાયેલની સેના વેસ્ટ બેન્કમાં સતત ધરપકડ અભિયાન ચલાવે છે જેમાં પૂર્વ જેરૂસલેમ પણ સામેલ છે. પીપીએસ મુજબ ઈઝરાયેલના કબજાવાળી સેનાએ ર૦ર૦ની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી ૩૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી.
Recent Comments