(એજન્સી) તા.ર૨
ઈઝરાયેલી પોલીસે શુક્રવારે કબજાવાળા વેસ્ટ બેન્કના અનેક પેલેસ્ટીન રહેવાસીઓને શુક્રવારે અલ-અકસા મસ્જિદમાં નમાઝ અદા કરવાથી અટકાવ્યા. ઈઝરાયેલી પોલીસે વેસ્ટ બેન્કથી નમાઝીઓને જેરૂસલેમની ઓલ્ડ સીટિના પ્રવેશદ્વાર પર ચોકીઓ પર રોકી દીધા અને માત્ર થોડીક જ સંખ્યામાં તેમની તપાસ પછી અલ-અકસા મસ્જિદ પહોંચવાની પરવાનગી આપી. પેલેસ્ટીનીઓને અલ-અકસા મસ્જિદ સુધી પહોંચવાથી રોકવામાં આવ્યા હતા. તેમણે ઓલ્ડ સીટિ ગેટ પાસે રસ્તાઓ પર નમાઝ અદા કરી. અલ-અકસા શેખ યુસુફ અબુ સ્નેનાના ઈમામે શુક્રવારે જણાવ્યું કે નમાઝીઓને મસ્જિદ સુધી પહોંચવાથી વારંવાર રોકવામાં આવે નહીં કોઈ પણ સ્થિતિમાં નમાઝીઓને મસ્જિદમાં નમાજ અદા કરવાથી રોકવાની પરવાનગી નથી. આ સતત ચોથો શુક્રવાર છે કે વેસ્ટ બેન્કના રહેવાસીઓને અલ-અકસા મસ્જિદ સુધી પહોંચવાથી રોકવામાં આવ્યા છે. ઈઝરાયેલમાં રહેતા પૂર્વ જેરૂસલેમ અને પેલેસ્ટીનીઓના લગભગ ૧ર૦૦૦ રહેવાસીઓએ સ્થાનિક અંદાજ મુજબ સખ્ત ઉપાયોની વચ્ચે અલ-અકસા મસ્જિદમાં નમાઝ માટે ઈઝરાયેલને વેસ્ટ બેન્ક અને ગાઝાપટ્ટીના રહેવાસીઓને વિશેષ પરવાનગી લેવી પડે છે.
Recent Comments