(એજન્સી) તા.ર૪
ઈઝરાયેલ બોર્ડર પોલીસે ત્રણ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી જેમણે એક ઈઝરાયેલી સૈન્ય અડ્ડા પર ઘૂસણખોરી કરી અને દારૂગોળો ચોરી લીધો. સમાચાર મુજબ ઈઝરાયેલ બોર્ડર પોલીસે ત્રણ પેલેસ્ટીનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી બાઈક, મોબાઈલ વાયરલેસ સંચાર ઉપકરણ અને નાઈટ લેમ્પને જપ્ત કરી લીધા. ઈઝરાયેલી ટીવી ચેનલે ખુલાસો કર્યો કે ઈઝરાયેલ બોર્ડર પોલીસે ત્રણ લોકોને સ્પોટ કર્યા જે સૈન્ય અડ્ડામાં ઘૂસી ગયા અને તાલીમ ક્ષેત્રથી દારૂગોળો ચોરી લીધો. આ પણ જણાવ્યું કે તેમને સૈન્ય અડ્ડાથી દારૂ ગોળો છોડાવ્યા પછી કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્રણેય પેલેસ્ટીની ર૦થી ૩૦ વર્ષની વચ્ચેના છે અને હેબ્રોનથી છે.