(એજન્સી) તા.ર૩
સમાચાર મુજબ ઈઝરાયેલના અધિકારીઓએ ગુરૂવારે વર્ષ ર૦૦૦માં ૧૭૯મી વખત નકાબ રણમાં અલ-અરાકીબના પેલેસ્ટીની બેદુઈન ગામને ધ્વસ્ત કરી દીધું. અલ-અરાકીબની સુરક્ષા માટે સ્થાનિક સમિતિના એક સભ્ય અઝીઝ અલ-તુરીના હવાલાથી જણાવ્યું કે આ ચોથી વખત છે જ્યારે ગામ જે રર પરિવારો દ્વારા વસ્યું છે તેને કોરોના મહામારીના પ્રકોપ પછી ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. અલ-તુરીએ જણાવ્યું કે ઈઝરાયેલી પોલીસે વિધ્વંસ પ્રક્રિયા દરમ્યાન તેમના પુત્ર સઈદની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેના વકીલોના હસ્તક્ષેપ સાથે મુક્ત કરી દીધો. અલ-તુરીએ ભાર આપ્યો કે ગ્રામીણ વારંવાર થતા વિધ્વંસ થતાં પોતાના ગામનું પુનઃનિર્માણ કરશે. પાછલા રિપોર્ટ મુજબ જ ગામ નકબ રણમાં સ્થિત છે તે વિસ્તારની પ૧ ગેર માન્યતા પ્રાપ્ત અરબ ગામડાઓમાંથી એક છે અને ઈઝરાયેલી બુલડોઝરો દ્વારા સતત વિધ્વંસ માટે લક્ષિત કરવામાં આવે છે. તેના માટે બેદુઈન પર આરોપ લગાવ્યા હતા. માનવાધિકાર સંગઠનોએ પહેલા સમર્થન કર્યું છે કે ઈઝરાયેલ ગામડાઓને લક્ષિત કરે છે અને તેમને વિસ્થાપિત કરવા માટે માળખાકીય સેવાઓથી રહેવાસીઓને વંચિત કરે છે.