(એજન્સી) તા.૯
ઈઝરાયેલની કબજાવાળી સેનાએ વેસ્ટબેંક પર કબજા માટે મોટા પાયે ધરપકડ અભિયાન ચલાવ્યું, જેમાં એક યુવતી અને એક મહિલા સહિત ઓછામાં ઓછા ૪૩ પેલેસ્ટીનીઓ કસ્ટડીમાં લેવામાં આવ્યા. પેલેસ્ટીની સુરક્ષા સૂત્રો મુજબ અડધાથી વધુ પૂર્વ કેદી છે. પેલેસ્ટીની કેદીઓની સોસાયટી (પીપીએસ)ના એક પ્રવક્તા અમાની સરાહને જણાવ્યું કે દરોડામાં હેબ્રોન રાજ્યોને નિશાન બનાવ્યું જયાં બે મહિલાઓ સહિત પ૦ નાગરિકોની ઓળખ કરવામાં આવી. જેની ઓળખ અમીના અબ્દુલ ગની અબૂ તુર્કી અને સેહમ અલ-બત્તાત તરીકે થઈ.
તેમણે આ વાત પર ભાર આપ્યો કે આ વર્ષનું સૌથી મોટું બંદી અભિયાન હતું. સંગઠને જણાવ્યું કે કેદીઓની વચ્ચે કોરોના મહામારીના સતત પ્રસારના કારણે પલાયન એક અપરાધ બને છે. જે તેમના જીવને જોખમમાં મૂકે છે. સૈનિકોએ ક્યુરા શહેરમાં રર પેલેસ્ટીનીઓને કસ્ટડીમાં લીધા જેમાં નવ પૂર્વ કેદી સામેલ હતા. અન્ય લોકો હેબ્રોન શહેરથી હતા. અલ-દહરિયાર, બાની નઈમ, અરોઉબ શરણાર્થી શિબિર, બેઈત ઉમ્મર, સાયર અને સોરિફે સૂચના આપી જે દરમ્યાન ઈઝરાયેલે ઘરોમાં તોડફોડ કરી. ઈઝરાયેલી સેનાએ વેસ્ટ બેંકમાં સતત ધરપકડ અભિયાન ચલાવ્યું જેમાં પૂર્વ જેરૂસલેમ પણ સામેલ હતું. જે વોન્ટેડ પેલેસ્ટીનીઓની શોધને બાને હતું. ઈઝરાયેલની કબજાવાળી સેનાએ ર૦ર૦ની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી ૩૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી.