(એજન્સી) તા.ર૭
લેબેનોનની સેનાએ જણાવ્યું કે, ઈઝરાયેલે પાછલા ૪૮ કલાકમાં ર૯ વખત લેબેનોનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં લેબેનોન શાંતિ મિશન દ્વારા પ્રમુખ ઉલ્લંઘનોની દેખરેખ રાખવામાં આવે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે ઈઝરાયેલના વિમાનોએ લેબેનોની હવાઈ અંતરિક્ષનું ર૦ વખત અને શનિવારે ૯ વખત ઉલ્લંઘન કર્યુ. ઈઝરાયેલે અત્યાર સુધી આરોપનો જવાબ આપ્યો નથી. ઈઝરાયેલ દ્વારા સીરિયા પર જીવલેણ હુમલો કર્યા પછી હિઝબુલ્લાહના ઠેકાણામાં વૃદ્ધિને નિશાન બનાવતા આ હુમલો થયો. ઈઝરાયેલના વર્તમાનપત્ર યેડિયટ અહરોનોટે દાવો કર્યો કે, ઈઝરાયેલે સંભવિત હિઝબુલ્લાહ હુમલાની તૈયારીમાં પોતાની ઉત્તરી સીમા પર એક પ્રમુખ સૈન્ય અભ્યાસને પણ રદ કરી દીધો હતો. આજે એક ઈઝરાયેલ કમાન્ડરે દાવો કર્યો કે લેબેનોન આધારિત મિલિશિયા હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર સમુદ્ર આધારિત હુમલાની યોજના બનાવી રહ્યું હતું. હાલના દિવસોમાં બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. કારણ કે ઈઝરાયેલે લેબેનોનની દક્ષિણી સીમાની સાથે પોતાની સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે અને હાલમાં જ વિવાદિત જળ પાસે દરિયાઈ ડ્રિલિંગ ગતિવિધિઓ શરૂ કરી છે.