વોશિંગ્ટન, તા.૬

યહૂદીવાદ અને ઈસ્લામોફોબિયા ઉદ્યોગના ઉદયના વચ્ચેની સાંઠગાઠને વધુ વેગ આપતા ઈઝરાયેલની સરકારે અમેરિકન “મુસ્લિમ વિરોધી નફરત જૂથ”ને નાણાંકીય પીઠબળ આપવાને મંજૂરી આપી હતી. માહિતી સ્વતંત્રતા અધિનિયમ હેઠળ યહૂદી-અમેરિકન સામયિકને પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના આધારે જણાવાયું હતું કે, ઈઝરાયેલના વ્યૂહાત્મક બાબતોના મંત્રાલયે ટેનેસી સ્થિત ક્રિશ્ચિયન ઝિઓનિસ્ટ સંગઠનને ૪૦,૦૦૦ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. આ સંગઠન એસપીએલટીના નફરત ફેલાવતા ગૃપની યાદીમાં સામેલ છે. નાગરિક અધિકાર અને લોક હિત માટે કામ કરતી આ અમેરિકાની બિન-લાભકારી કાનૂની હિમાયત સંસ્થા છે. આ સંગઠને મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકતા અને નફરત ફેેલાવતી જૂૂથોની એક આખી યાદી તૈયાર કરી છે. આ યાદીમાં મોટાભાગના જૂથો એવા છે કે, જેઓ ઈઝરાયેલના કટ્ટર હિમાયતી છે. એસપીએલટીએ જણાવ્યું હતું કે આ જૂથો અવારનવાર ચેતવણી આપે છે કે, અમેરિકન કાનૂની પ્રણાલી શરિયત કાયદા દ્વારા પલ્ટાઈ રહી છે અને મુસ્લિમો સંભવિત જોખમ તરીકે ઊભરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રિશ્ચિયન ઝિઓનિસ્ટ સંગઠન ૪૦થી વધુ મુસ્લિમ વિરોધી જૂથોમાં સામેલ છે. આ સંગઠન  અમેરિકાની શાળાઓમાં ઈસ્લામના શિક્ષણ સામે લોબિંગ કરે છે અને દાવો કરે છે કે, બાળકોને ધર્મમાં ધકેલવામાં આવે છે. ઝિઓનિસ્ટ સંસ્થા અમેરિકાની શાળાઓમાં ઈસ્લામના શિક્ષણ સામે એક ઓનલાઈન ઝૂંબેશ પણ ચલાવે છે.  ઈઝરાયેલ સરકાર દ્વારા પીજેટીએનને નાણાંની મંજૂરી, ઈઝરાયેલ તરફી જૂથો વચ્ચેના જોડાણ અને છેલ્લા બે દાયકામાં મુસ્લિમ વિરોધી દ્વેષમાં વૈશ્વિક ઉદ્‌ભવને પ્રકાશિત કરે છે. પીજેટીએન ઈઝરાયેલને તરફેણ કરતા સંગઠનોનું સમર્થન કરે છે. ઈઝરાયેલ દ્વારા આ જૂથને ભંડોળ આપવાના પ્રસ્તાવને આપવામાં આવેલી મંજૂરી દર્શાવે છે કે, ક્ષેત્રમાં ઈસ્લામોફોબિયાનું પ્રમાણ વઘતું જાય છે. ઈઝરાયેલની સરકારે ઈઝરાયેલ સામે બોયકોટ, ડિવેસ્ટમેન્ટ એન્ડ સેંકશન્સ (બીડીએસ) ઝુંબેશને સમર્થન આપતા જૂથો સાથે કામ કરવા માટે યુએસ સાંસદોની લોબિંગ માટે પીજેટીએનને સહાય મંજૂર કરી હતી.