(એજન્સી) તા.૧૯
ઈઝરાયેલ અને બેહરીનની વચ્ચે આર્થિક સહયોગ અને પૂર્ણ કૂટનીતિની સ્થાપનાની સમજૂતી પર હસ્તાક્ષર થયા. ઈઝરાયેલ અને બેહરીનની વચ્ચે નાણાંકીય, મૂડીરોકાણ, ઉડ્ડયન, પર્યટન, વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય, ખેતી, પાણી, ઊર્જા અને કાયદાકીય સહયોગ જેવી વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે. ઈઝરાયેલી મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે થનારી આ સમજૂતી મુજબ દર અઠવાડિયે ર૮ ફલાઈટો એકબીજાને ત્યાં જશે. બીજી તરફ બેહરીનની જનતાએ આ સમજૂતીની વિરૂદ્ધ પ્રદર્શન કરતા સરકારની સખ્ત ટીકા કરી છે. બેહરીનની જનતાએ પ્રદર્શન કરી ઈઝરાયેલની સાથે સમજૂતીનો વિરોધ કર્યો અને પેલેસ્ટીયનોના સમર્થનમાં સૂત્રો લગાવ્યા. બેહરીનની જનતાએ પેલેસ્ટીયનો ધ્વજ ઉઠાવી રાખ્યો હતો અને તે સૂત્રો લગાવી રહ્યા હતા કે પેલેસ્ટાઈનને ક્યારે પણ ભૂલશે નહીં. જાણ થાય કે પાછલા મહિને સંયુકત અરબ અમિરાત અને બેહરીને વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુની હાજરીના ઈઝરાયેલની સાથે સંબંધોની સ્થાપનાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
Recent Comments