(એજન્સી) તા.૧૫
ઈઝરાયેલ અને ભૂતાને ઔપચારિક રીતે પૂર્ણ દ્વિપક્ષીય કૂટનીતિક સંબંધ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. શનિવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ સમજૂતીથી ઈઝરાયેલ અને દક્ષિણ એશિયન દેશ ભૂતાનની વચ્ચે સહયોગના શ્રેષ્ઠ માર્ગ ખૂલશે. જો કે અપેક્ષાકૃત અલગ અલગ હિમાલય રાષ્ટ્રની સાથે ઈઝરાયેલના સંબંધોને તેટલી પ્રસિદ્ધતા ના મળી, જેટલી અમેરિકા દ્વારા પ્રાયોજિત પશ્ચિમ એશિયન અને આફ્રિકન મુસ્લિમ દેશોની સાથે થયેલી સમજૂતીઓને મળી છે. ભારતમાં ભૂતાનના રાજદ્વારી મેજર જનરલ વેત્સોપ નામગ્યાલ અને મલકાએ ઈઝરાયેલી દૂતાવાસમાં ઔપચારિક રીતે રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવાના સંબંધમાં રાજદ્વારી પત્રોનું આદાન-પ્રદાન કર્યું.
Recent Comments