(એજન્સી) તા.૧૭
ઈઝરાયેલ કબજા સત્તાવાળાઓ ગેરકાયદેસર યહુદી વસાહતોના વિસ્તરણ માટે કબજે કરેલા વેસ્ટ બેંકના ઉત્તરીય જોર્ડન ખીણ વિસ્તારમાં લગભગ ૩,૦૦૦ એકર પેલેસ્ટીની જમીન જપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે એમ વફા સમાચાર એજન્સીનો અહેવાલ જણાવે છે. વેસ્ટ બેંકના કુલ વિસ્તારનો ત્રીજો ભાગ જોર્ડન વેલી બનાવે છે. પેલેસ્ટીની અધિકારોના રંગભેદ અને વસાહત પ્રતિકાર પંચના પ્રવક્તા દ્વારા જણાવ્યા મુજબ જપ્ત કરવાના ઈઝરાયેલી આદેશ, વિસ્તારના ત્રણ કુદરતી જળાશયોમાં મિલકત સ્થળાંતરિત કરવાના બહાના હેઠળ આવે છે. કસીમ અવવાડે ભારપૂર્વક કહ્યું કે ગેરકાયદેસર વસાહત નિર્માણ અને વિસ્તરણ પ્રોજેકટને ટેકો આપવા માટે આ એક બહાનું છે. અવવાદે જણાવ્યું હતું કે જપ્ત કરવાની મોટાભાગની જમીન રોટેમના ગેરકાયદે વસાહતને અડીને આવેલા વિસ્તારોમાં સ્થિત છે. જેની સ્થાપના ૧૯૮૪માં કૃષિ વસાહતમાં ફેરવતા પહેલા લશ્કરી ચોકી તરીકે કરવામાં આવી હતી. ઓસ્લો એકોર્ડસે ૬૦% કબજાવાળા વેસ્ટ બેંકને ‘એરિયા સી’ તરીકે નિયુક્ત કર્યા છે જે સંપૂર્ણ ઈઝરાયેલી વહીવટી અને સુરક્ષા નિયંત્રણ હેઠળ છે અને સંબંધિત જમીનને આવરી લે છે. આશરે ૬,પ૦,૦૦૦ ઈઝરાયેલી વસાહતીઓ ૧૯૬૭થી કબજે કરેલા વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમમાં નિર્માણ કરાયેલી ગેરકાયદે વસાહતોમાં રહે છે. ઈઝરાયેલની તમામ વસાહતો અને ચોકીઓ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે.