(એજન્સી) તા.૯
સમાચાર મુજબ ઈઝરાયેલ કેબિનેટે રવિવારે ગાઝા પટ્ટીની સાથે સીમા પાસે એક નવી વસ્તીના નિર્માણને પરવાનગી આપી. કેબિનેટની બેઠકથી આગળ, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું કે સરકાર ગાઝાની પાસે એક નવી વસ્તીના નિર્માણને પરવાનગી આપશે. નેતાન્યાહુએ જણાવ્યું કે, આ ઈઝરાયેલ માટે ખૂબ જ સારા સમાચાર છે, ગાઝા સીમા ક્ષેત્રના સમુદાયો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ઈઝરાયેલના દૈનિક યેડિયોટ અહરોનોથે જણાવ્યું કે નવી વસ્તી લગભગ પ૦૦ પરિવારોનું ઘર હશે અને તેને હનૂન નામ આપવામાં આવશે. ઈઝરાયેલી સરકારે જણાવ્યું કે તેમની વસ્તીમાં પાયાસ્વરૂપ માળખાના વિકાસ માટે એક મિલિયન એનઆઈએસ ફાળવશે. જે ઈઝરાયેલના નેગેવ ક્ષેત્રીય પરિષદના ક્ષેત્રની અંદર હશે. રિપોર્ટ પર પેલેસ્ટીની અધિકારીઓની કોઈ ટિપ્પણી નથી. પૂર્વ જેરૂસલેમ સહિત વેસ્ટબેંકને આં.રા. કાયદા હેઠળ કબજાવાળો વિસ્તાર માનવામાં આવે છે, જેનાથી ત્યાંની તમામ યહુદી વસ્તીઓ ગેરકાયદેસર થઈ જાય છે.
Recent Comments