(એજન્સી) તા.૧
ઈઝરાયેલની બ્લુ અને વ્હાઈટ પાર્ટીના સભ્યો તેમના નેતા, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી વૈકલ્પિક વડાપ્રધાન બેની ગેન્ટઝ પર નેસેટને વિખેરવા અને બે વર્ષની અંદર દેશને તેની ચોથી ચૂંટણી માટે દબાણ કરવા તાકીદ કરી રહ્યા છે. ઈઝરાયેલની સમાચાર વેબસાઈટ ૈ૨૪ને અહેવાલ આપતા શેહાબ સમાચાર એજન્સીએ કહ્યું કે ગેન્ટઝ હજુ પણ આ પગલાને લઈને સંકોચ અનુભવી રહ્યા છે. ૈ૨૪ અનુસાર જો ર૦ર૧ના બજેટને લઈને જો કોઈ પ્રગતિ થશે નહીં તો બ્લુ એન્ડ વ્હાઈટ પાર્ટી (કહોલ લાવન)ના સભ્યો બુધવારે કેટલાક બિલનો પ્રસ્તાવ મૂકશે. જેનાથી બેન્જામિન નેતાન્યાહુની (લિકુડ પાર્ટી) શરમજનક સ્થિતિમાં મૂકાઈ જશે તેવું અનુમાન છે. વધુમાં ૈ૨૪એ જણાવ્યું હતું કે જો રાજ્યના બજેટને ર૪મી ડિસેમ્બર સુધીમાં મજૂરી આપવામાં નહીં આવે અને તેને મુલતવી રાખવા અંગે કોઈ સંમતિ થશે નહીં. તો નેસેટ આપમેળે વિખેરાઈ જશે. માર્ચની આ અનિર્ણિત ચૂંટણી પછી ગઠબંધન સરકાર બનાવવા માટે એકતા કરારની સંમતિ પર પહોંચવા માટે બજેટ મહત્ત્વનું છે. સત્તા ભાગીદારી કરારમાં શરત મૂકવામાં આવી હતી કે ઈઝરાયેલ દ્વિસંગી બજેટ પસાર કરશે પરંતુ હવે તેના બદલે નેતાન્યાહુ ર૦ર૦ના બજેટની હાકલ કરી રહ્યા છે. ગેન્ટઝ કરારને વળગી રહેવાનો આગ્રહ કરી રહ્યા છે જે સત્તાના સરળ સંક્રમણ માટે તેમની વીમા પોલિસી હોવી જોઈતી હતી.