(એજન્સી) તા.૮
અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે ઈઝરાયેલ અને સંયુકત અરબ અમીરાતના વિદેશ મંત્રી સંબંધોને સામાન્ય બનાવવાના પગલાઓ પર ચર્ચા કરવા માટે જર્મનીમાં મળશે. ઈઝરાયેલ અને સંયુકત અરબ અમીરાતે પાછલા મહિને વોશિંગ્ટનમાં રાજદ્વારી સંબંધોને સામાન્ય કરવા અને એક વ્યાપક નવા સંબંધ બનાવવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. જર્મન વિદેશ મંત્રી હેઈકો માસે એક નિવેદનમાં જણાવ્યું કે, આ એક મોટું સન્માન છે કે ઈઝરાયેલ અને ઈજિપ્ત વિદેશ મંત્રીઓએ બર્લિનને પોતાની ઐતિહાસિક પ્રથમ બેઠક માટે સ્થાન તરીકે પસંદ કર્યું છે. અમે પોતાના ભવિષ્યના દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે આકાર આપે તેની પર બંને દેશોની વચ્ચે વાતચીત માટે અમે સારા યજમાન હોય શકીએ છીએ. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના પ્રવકતા મુજબ ઈઝરાયેલના વિદેશ મંત્રી ગબી અશ્કેનઝી અને તેમના યુએઈ સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ-નાહ્યાન સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. યુએઈના અધિકારીઓએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.