(એજન્સી) તા.૧૨
ઈઝરાયેલી મીડિયાના અહેવાલ મુજબ હમાસ અને ઈઝરાયેલી દળો વચ્ચે છ મહિનાના યુદ્ધવિરામ બદલ ઈઝરાયેલ અને કતાર ગાઝાને ૧૦૦ મિલિયન ડોલર આપવા અંગે મંત્રણા કરી રહ્યાં છે. એક ઈઝરાયેલી સમાચારપત્રના અહેવાલ મુજબ જો આગામી કેટલાક અઠવાડિયા દરમિયાન આ મંત્રણા સફળ નહીં થાય તો ઈઝરાયેલ ગાઝા સાથએ ફરી સંઘર્ષમાં ઊતરી શકે છે. આ સમાચારપત્રના અહેવાલ મુજબ ઈઝરાયેલ અને હમાસ યુદ્ધવિરામ માટેે તૈયાર થયાં હતા અને દોહાની મધ્યસ્થતાથી થયેલી આ સમજૂતીમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કતાર હમાસને ૧૦૦ મિલિયન ડોલરની ચૂકવણી કરશે. ઈઝરાયેલે આ સમજૂતીનો સ્વીકાર કરી ગાઝા પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને હળવા બનાવ્યા હતા. બીજી તરફ ઈઝરાયેલના કેટલાક અધિકારીઓએ આ ટૂંકા ગાળાના યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો.