(એજન્સી) તા.૭
પેલેસ્ટીની નાગરિકોના સંકટને ઉજાગર કરવાના પ્રયાસરૂપે એક્ટિવિસ્ટોએ ફૂટબોલ સ્ટેડિયમ તરફ જતા સંપૂર્ણ માર્ગ પર “પેલેસ્ટીનીયન બ્લડ’ શબ્દને તમામ દિવાલો પર રેડ પેઈન્ટથી ચિતરીને જોરદાર સંદેશ આપ્યો હતો.
તેના માધ્યમથી તેઓએ ઈઝરાયલના દમનને પડકાર્યો હતો અને દુનિયા સમક્ષ ગ્લાસ્ગોમાં આયોજિત થનાર ઈઝરાયલી ફૂટબોલ મેચના માધ્યમથી પેલેસ્ટીનીઓની મુશ્કેલીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ફ્રીઝ ગાઝા પણ લખેલું જોવા મળ્યું હતું. આ તમામ ઘટનાઓ અને સૂત્રોના પોસ્ટરો ટિ્‌વટર પર પણ શેર કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન જ હેમ્પટન સ્ટેડિયમના વર્કરો આ દરમિયાન આ તમામ પ્રકારના સૂત્રોને ભૂસતાં દેખાયા હતા.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલીઓની આ ફૂટબોલ મેચના બહિષ્કાર કરવા તથા તેની સામે દેખાવ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પેલેસ્ટીની ફૂટબોલ પ્લેયરોએ પણ આ દરમિયાન તેમના પ્રશંસકોને આ મેચમાં હાજરી ન આપવા અપીલ કરી હતી.
પેલેસ્ટીની ફૂટબોલ એસોસિએશને પણ આ દરમિયાન કહ્યું હતું કે પેલેસ્ટીની એથલિટ્‌સ લાંબા સમયથી આતંકવાદ અને દમનને સહન કરી રહ્યાં છે. તેમની અનેકવાર ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ તમામ કાર્યવાહીઓ ઈઝરાયલી સેના અને સરકાર દ્વારા જ કરવામાં આવી હતી.