જેઠીપુરા ગામે કલેક્ટરે મુલાકાત કરી, જેમાં જેઠીપુરા તથા લાલપુર (દા) ગામના રેવન્યુ રેકર્ડની ચકાસણી કરી, ગામ લોકો જોડે પ્રશ્નોત્તરી કરી તેમજ ગામે આવેલ દવાખાના તેમજ લાયબ્રેરીની મુલાકાત લીધી. ખેડૂતોને અનાજ ઉગાડવાથી લઈ વેચવા સુધી મંડળી દ્વારા કેવી રીતે ખેડૂતોને ફાયદો થાય તે વિશે ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો. જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે મળી, સરકારશ્રી મારફતે મળતા લાભો લેવા સાહેબે ખેડૂતોને પ્રેરિત કર્યા.