(સંવાદદાતા દ્વારા) ઈડર,તા.૪
ઈડર તથા આજુબાજુના વિસ્તારમાં દારૂના વેપાર અંગે ઈડર પોલીસ ફરિયાદો કરવા છતાં કોઈ ફરક પડતો ન હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સપાટો બોલાતા પૂર્વ નગરપાલિકા પ્રમુખનો દીકરો તથા ભાજપ આગેવાનો ઝડપાયા હતા. સ્થાનિક નેતાગીરી વચ્ચે પડતાં સ્ટેટ મોનીટરીંગના પીએસઆઈએ ટસના મસ ન થતાં રાત્રીના સમયે ફરિયાદ દાખલ થવા પામી હતી. ઈડર ગામના હાલુડીવાસ, જુની પાંજરાપોળ ઘાંટી, ગંભીર પુરા વિસ્તાર જાહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર છૂટથી થતો હોવાના કારણે અને સત્તાપક્ષના લોકો આ દારૂના ધંધામાં સામેલ હોવાના કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાના કારણે મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પો.સ.ઈ. એમ.વી. ચૌધરી તથા પોલીસ ફરિયાદી નરવતસિંહ શ્રાવણસિંહે બાતમીના આધારે ભાવના માર્કેટ પાછળ આવેલ પ્રવિણજી હંજારીજીના મકાનમાં રેડ પાડતાં ભાજપના આગેવાન તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દિકરા સંદીપ કુમાર કાંતીભાઈ પરમાર (ઉ.વ.૩૭) મકાન નં.૧ અરવલ્લી સોસાયટી વલાસણા રોડ ઈડર તથા ઈડરના બ્રેડના વેપારી સિંધી કૈલાસ રૂપચંદ હોતવાણી (ઉ.વ.૪ર) મકાન નં.૬૩ વિજયનગર સોસાયટી, મહીલા કોલેજ પાછળ ઈડર તથા વિશાલભાઈ રમેશભાઈ વણજારા વણજારા વાસ (ઉ.વ.રર) ભાવના માર્કેટ પાછળ ઈડર પ્રવિણજી હંજારીજીના મકાનમાં રાત્રીના સમયે રેડ પાડતાં તે મકાનમાં વિદેશી દારૂ તથા બિયરની બોટલો કુલ રકમ ૧૦૪૦૦/-નો પ્રોહીવિશનનો મુદ્દા માલ તથા આરોપીની અંગ જડતીમાં દારૂ વેચાણના પ૩૭૭પ/- મોબાઈલ નં.૬ ૩પ૦૦૦/- હોન્ડા એક્ટિવા સહિત કુલ ૧,૧પ,પ૭પ/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં જે સમાચાર વાયુ વેગે ફેલાતા સત્તાપક્ષના આગેવાનો આ કેસ રફેદફે કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જેમાં મધરાત્રે આ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી. જ્યારે અન્ય બે આરોપી નાસી છુટ્યા હતા. જેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.