માહે મહોર્રમમાં હઝરત ઈમામ હુસૈન (રદી.) અસ. અને આપના જાંનિસાર સાથીદારોની સત્યના માર્ગને ગ્રહણ કરી આપેલી કુરબાની વિસ્વ માટે માર્ગદર્શક બની રહી છે. તાલુકા પંચાયત ઈડરના તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ આ મર્મને સાચી રીતે ઉજાગર કરી બિનસાંપ્રદાયિક દેશ માટે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમના માર્ગદર્શન હેઠળ સુરપુર ગામના રક્ત દાતાઓ સાથે સમન્વય સાધી તાલુકાના તલાટી મંડળ અને શિક્ષક સંઘ મંડળ અને દરેક ગામના સ્વયંસેવકોના સહયોગથી રક્ત દાન શિબિરનું ઈડર તાલુકા પંચાયત કચેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હુસૈની રક્ત દાતાઓ એ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સાથે સાથે ઉપસ્થિત બીજા રક્ત દાતાઓ એ યોગદાન આપી કુલ ૧૦૨ યુનીટ બ્લડ દાન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલનો જન્મ દિવસ હતો. જેને યાદગાર બનાવવા આ સરાહનીય કામગીરી ને ઉજાગર કરવા ઉપસ્થિત રહી સુરપુર ગામના અને અન્ય રક્ત દાતાઓને બિરદાવ્યા હતા.