ગાંધીનગર, તા.ર૩
હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન-૪નો અમલ ચાલુ છે. જે દરમ્યાન નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે પરંતુ કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે ‘ઈદ ઉલ ફિત્ર’ ઈદની નમાઝનું આયોજન દરગાહ અને મસ્જિદોમાં અગાઉના વર્ષોની જેમ કરવા જાહેરહિતમાં સરકાર દ્વારા પરવાનગી આપેલ ન હોઈ, તેવા સંજોગોમાં તમામ મુસ્લિમ ભાઈઓએ રમઝાન માસમાં રાજ્ય સરકારની દરેક સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરી મુબારક રમઝાન માસમાં પોત-પોતાના ઘરોમાં રહી ઈબાદત કરેલ છે. એ જ રીતે ઈદની નમાઝ માટે ઈદગાહ અને મસ્જિદોમાં નહીં જવા અને પોત-પોતાના ઘરોમાં રહી ઈદની નમાઝ પઢવા અને પોતાના ઘરમાં જ પરિવારની સાથે ઈદનો દિવસ પસાર કરવા તેમજ બજારોમાં બિન જરૂરી બહાર અવર-જવર ન કરી શાંતિથી ઈદનો તહેવાર મનાવવામાં આવે તેવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યોએ મુસ્લિમ સમાજને અપીલ કરી છે.