અમદાવાદ,તા.ર૦
તા.૧૯-૧૧-ર૦૧૭, ર૯ સફરને રવિવારના રોજ સાંજે માહે રબીઉલ અવ્વલનો ચાંદ દેખાયો નથી કે કોઈપણ જાતની શરઈ ગવાહી મળેલ નથી. જેથી ૩૦ ચાંદ મુજબ તા.ર૧-૧૧-ર૦૧૭ને મંગળવારે રબીઉલ અવ્વલનો પહેલો ચાંદ ગણાશે. એ હિસાબે તા.ર-૧ર-ર૦૧૭ શનિવારના રોજ ઈદેમિલાદુન્નબી (સ.અ.વ.)નો પર્વ મનાવવામાં આવશે. એમ ગુજરાત ચાંદ કમિટીએ એક યાદીમાં જણાવ્યું છે. તમામ મુસ્લિમ બિરાદરોને ગુજરાત ચાંદ કમિટી તરફથી ઈદેમિલાદુન્નબી ખૂબ ખૂબ મુબારક બાદ પાઠવવામાં આવી છે. આજ રોજ ચાંદ દેખાતા જ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારક બાદી પાઠવી હતી.