ર૩મી જૂન મંગળવારના રોજ રથયાત્રા હોવાથી વર્ષોની પરંપરા મુજબ ઈદેમિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના સભ્યો પ્રમુખ રફીક નગરીની આગેવાનીમાં જગન્નાથ મંદિરમાં જઈ મહંત દિલીપદાસજી મહારાજને મળી ફૂલહાર કરી શાલ ઓઢાડી રથયાત્રાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કમિટીના પૂર્વ પ્રમુખ મોહમ્મદહુસૈન શેખ, રફીક કાદરી, શબ્બીર સૈયદ, ઈકબાલ બેલીમ, જે.પી.ચાવાલા, જાવેદ સાકીવાલા, કલીમ ઉસ્તાદ, ઈમ્તિયાઝ શેખ, રફીક કડીવાલા, હાસીમ શેખ, આશિક નગરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.