અમદાવાદ,તા.ર૭
આગામી ૧ ઓગસ્ટના રોજ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા આવી રહ્યો છે ત્યારે આ તહેવાર નિમિત્તે જમાલપુર વોર્ડમાં ગટરોની સાફ-સફાઈ, ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી માગ કરી છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પત્ર પાઠવી જમાલપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખે જણાવ્યું છે કે ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવાર નિમિતે તા.૧-૮-ર૦ર૦થી તા.૪-૮-ર૦ર૦ સુધી જમાલપુર મ્યુનિસિપલ વોર્ડમાં તમામ મેનહોલની સાફસફાઈ કરાવી ડિ-સિલ્ટીંગ કરાવવું તથા નક્કી કરેલા સ્થળોએ ડન્ટેનરો મુકવા માગણી છે. આ ઉપરાંત તમામ વિસ્તારોમાં સવાર-સાંજ બે સમય સાફસફાઈ કરાવવી, ફોગિંગ કરાવવું તથા જમાલપુર મ્યુનિ. વોર્ડમાં આવેલ મુખ્ય ડ્રેનેજલાઈનોનું જેટિંગ કે શકર મશીન દ્વારા ડિ-સિલ્ટીંગ કરાવવું જરૂરી છે.