(સંવાદદાતા દ્વારા)             ધોળકા, તા.૨

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કાર્યરત મુસ્લિમ સેવાભાવી સંસ્થા ઈત્તેહાદ મિલ્લત ચેરિટેબલ ટ્રસ્ટ, ધોળકા દ્વારા ઈદ-ઉલ-અઝહા નિમિત્તે સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ હાફિઝ બદરેઆલમ સાહેબના નેતૃત્વમાં સંસ્થાના કાર્યકરો બિલાલ વ્હોરા, ઈર્ષાદ ટીલવા, એઝાઝ ઘાંચી, એઝાઝ પટેલ, ઈરફાન પટેલ, ઈલયાસ પટેલ, મુસબ, ફરહાન, ફહીમ, મુંબસ્સીર, માઝ ઘાંચી, સોહિલ ખોખર, મહેબૂબ ઘાંચી, ઝહિરભાઈ વ્હોરા સહિતના સેવાભાવી યુવકોએ ધોળકા શહેરમાં બકરી ઈદ પ્રસંગે ખાસ સફાઈ અભિયાન અંતર્ગત ઘનિષ્ઠ સફાઈ કામ કરી પ્રસંશનીય કામગીરી બજાવી હતી. આ સંસ્થા દ્વારા કુરબાનીનું આયોજન કરી ધોળકાના ૧૫થી ૨૦ મોહલ્લામાં જરૂરિયાતમંદ લોકોને તરકારીનું વિતરણ કર્યું હતું. રૂપગઢ ગામે આ સંસ્થાના કાર્યકરોએ એક ડેગ ભોજન લઈ જઈને ગરીબોને વિતરણ કરેલું.