(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.ર૪
બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ પાસે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખની ઈનોવા ગાડી અને મોટરસાયકલ સામસામે અથડાતા મોટરસાયકલ સવાર દંપતિમાં પતિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. ખાતે ખસેડાઈ હતી. બોડેલી સંખેડા રોડ પર બોડેલી તાલુકાના અલ્હાદપુરા અને બાંગપુરા ગામ વચ્ચે અલ્હાદપુરા તરફથી પૂરઝડપે જતી ઈનોવા ગાડી જેની પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અને પ્રમુખ જિલ્લા પંચાયત છોટાઉદેપુર લખેલ ઈનોવા ગાડીએ સામેથી મોટરસાયકલ લઈ આવતા વિશાલભાઈ અને રેખાબેનની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ફંગોળાઈ ગઈ હતી અને મોટરસાયકલ સવાર વિશાલભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે રેખાબેન ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે બોડેલી સરકારી દવાખાને ખસેડાયા હતા અને વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. ખાતે રીફર કરાયા હતા.