(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
યુપીના કાસગંજમાં થયેલા કોમી તોફાનો કે જેમાં એક યુવાનનુ મોત થયું અને બીજા બેને ગંભીર ઈજા પહોંચી, તેમણે ભારતીય મીડિયાનો વરવો ચહેરો ખુલ્લો પાડ્યો. કાસગંજમાં પહેલેથી તંગ પરિસ્થિતિને વધારે ભડકાવવા નો પ્રયાસ કરનાર ઈન્ડીયા ટુડુ જૂથના ઘણા પત્રકારોની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. સીનિયર પત્રકાર અભિસાર શર્માએ આજતકના બે પત્રકારો સ્વેતા સિંહ અને રોહિત સરદાનાના જુઠાણાઓ ખુલ્લા પાડ્યાં છે. ઈન્ડીયા ટુડે ગ્રુપના સીનિયર એડિટર અભિજિત મજમુદારની પણ જુઠાણા ચલાવવા બદલ આકરી ઝાટકણી કાઢવામાં આવી. અભિજિત મજમુદારનું નકલી ટ્‌વીટ કાસજંગ તોફાનમાં રાહુલ ઉપાધ્યાયને મોત ભણી લઈ ગયું. અભિજિત મજમુદારે ટ્‌વીટ કરીને એવું કહ્યું હતું કે ચંદન ગુપ્તાના મોત બાદ રાહુલ ઉપાધ્યાયનું પણ કાસગંજ કોમી હિંસામાં મોત થયું. આપણને કહેવામાં આવે છે કે મુસ્લિમ વિસ્તારમાં તિરંગો લઈ જવા બદલ તથા ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ તેઓ આને માટે લાયક છે. આવું ખતરનાક કારણ. પરંતુ મજમુદારના નકલી ટ્‌વીટથી તદ્દન વિપરીતે રાહુલ ઉપાધ્યાય જીવતા હતા અને તેઓ કદી પણ ગુમ થયા નહોતા. તોફાનોને વધારે પ્રમાણમાં ભડકાવવા માટે મજમુદાર જેવા લોકોનો આ ખતરનાક પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા, અભિસાર શર્માએ યુપીના કાસગંજમાં થયેલી કોમી હિંસા અંગે હિન્દી ચેનલ આજતક દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠાણાઓ અંગે નારાજગી વ્યક્ત તેના જુઠાણાઓનો પર્દાફાશ કરતાં કહ્યું કે આજતક અને તેના પત્રકારો કાસગંજ હિંસા અંગે કથિત રીતે ભ્રામક અને જુઠી ખબરો આપી રહ્યાં છે. ૨૬ મી જાન્યુઆરીની સવારે કાસગંજમાં બે બાઈક સવાર વંદે માતરમ અને ભારત માતાની જય નારા લગાવતાં હાથમાં તિરંગો લઈને ભ્રમણ કરી રહ્યાં હતા. આ સરઘસ બીજા વિસ્તારમાં પહોંચ્યું તો કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો જેને કારણે હિંસા ફેલાઈ હતી. ગોળીબારમાં બે યુવાનો ચંદન અને નૌશાદ ઘાયલ થયાં હતા. ઘાયલ ચંદનનું સરકારી હોસ્પિટલમાં મોત થયું.