(એજન્સી) તા.૧૦
એન્વાયર્મેન્ટલ સાયન્સની શાખામાં કાયમ માટે ઇંદિરા ગાધી ચેરની સ્થાપના કરવા ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટે બુધવારે બેંગ્લોર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી સાથે એક સમજૂતિ કરાર કર્યા હતા. આ પ્રસંગે બોલતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇંદિરા ગાંધીના પ્રકૃતિ પ્રેમને યાદ કર્યો હતો અને વર્ષો પહેલા શરૂ કરાયેલી એક પહેલ હવે વાસ્તવિકતા બની તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.
એન્વાર્મેન્ટલ સાયન્સની શાખામાં ઉબી કરાયેલી ઇંદિરા ગાંધી ચેર ઇંદિરા ગાંધીના બે ઝનૂનનું પ્રતિબિંબ પાડે છે. ભૂતપૂર્વ વડાપ્રધાનને પર્યાવરણ અને વિક્ષાન પ્રત્યેક એક પ્રકારનું ઝનૂન હતું. અત્રે હું જરૂર ઉલ્લેખ કરીશ કે ઇંદિરા ગાંધીએ જ નવેમ્બર-૧૯૮૦માં પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કરી હતી ને તેમના મોત સુધી એટલે કે સતત ચાર વર્ષ સુધી તેમણે પર્યાવરણ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. તેમણે ચાર વર્ષ પર્યાવરણ મંત્રાલય સંભાળ્યું હતું તે સમયે તેમના સચિવ તરીકે વૈજ્ઞાનિકોને નિયુક્ત કરાયા હતા એમ સોનિયા ગાંધીએ કહ્યું હતું.
ઇંદિરા ગાંધી તેમના સમગ્ર જીવન દરમ્યાન પ્રકૃતિ અને પ્રાકૃતિક સૌદર્યથી સતત અંજાયેલા રહ્યા હતા. તેમના ઉછેર, શિક્ષણ અને જીવના અનુભવોએ તેમનામાં ભારતના વૈવિધ્યસભર પ્રાકૃતિક વારસાને ઠાંસી ઠાંસીને ભર્યો હતો. આજકાલ પ્રકૃતિ પ્રેમી બનવું એક પેશન બની ગયું છે પરંતુ ઇંદિરા ગાંધી તો આ બાબત ફેશનેબલ બની તેના વર્ષો પહેલાં તે પ્રકૃતિના એક તેજતર્રાર એડવોકેટ બન્યા હતા, ને ફક્ત શબ્દોથઈ જ નહીં પરંતુ કાર્યો દ્વારા તે સાચા અર્થમાં પ્રકૃતિના વકીલ હતા એમ સોનિયા ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને પોતાની સાસુના પ્રકૃતિ પ્રેમની પ્રસંશા કરતાં કહ્યું હતું.
ઇંદિરા ગાધી મેમોરિયલ ટ્રસ્ટે અનેક વિકલ્પો ઉપર વિચાર કરી છેલ્લે બે વિકલ્પો નક્કી કર્યા હતા. (૧) બેંગ્લોરમાં પર્યાવરણ અને સાયન્સ એમ બંને વિષયોને લગતી સંખ્યાબંધ સંસ્થાઓનું એક વિશાળ નેટવર્ક છે જેના કારણે ઇંદિરા ગાંધી ચેરની સ્થાપના કરવી સરળ બની રહી હતી. (૨) બેંગ્લોરમાં વિજ્ઞાન જેવા વિષયની જગવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફ સાયન્સ જેવી સંસ્થા આવેલી છે, જેના કારણે પર્યાવરણ અને વિજ્ઞાન એમ એક સાથે બંને વિષયોનું સંયોજન જોવા મળે છે તેથી ઇંદિરા ગાંધી ચેરની સ્થાપનાનો નિર્મય લેવાયો હતો એમ સોનિયા ગાંધીએ કહ્યું હતું.