(એજન્સી) તા.૬
પાકિસ્તાનના પ્રધાનમંત્રીના આરોગ્ય વિશેષ સલાહકાર ઝફર મિર્ઝાએ સોમવારે કહ્યું કે તે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. જીઈઓ ન્યૂઝનો અહેવાલ. મિર્ઝાએ ટ્‌વીટ ઉપર જાહેરાત કરી જેમાં તેમણે કહ્યું કે, આરોગ્ય સલાહકારોના કહ્યા પ્રમાણે તે ઘરમાં એકલા રહે છે અને તેમણે સાવચેતીના બધા પગલાં લીધા છે. હું કોવિડ-૧૯ પોઝિટિવ થયો છું. મારામાં હળવા લક્ષણો છે. કૃપા કરી તમારી દુઆઓમાં મને યાદ રાખજો. સાથીદારો સારું કામ કરી રહ્યા છે. તમે મોટો ફર્ક લાવી રહ્યા છો અને મને તમારા પર ગર્વ છે તેમણે લખ્યું. આ મહામારી વિરૂદ્ધ સરકારની પ્રતિક્રિયામાં મિર્ઝાએ સરકાર તરફથી નેતૃત્વમાં પદ સારી રીતે સંભળાયો હતો. તેમણે સાથીદારોને આ વાયરસ વિરૂદ્ધની લડત ચાલુ રાખવા કહ્યું. વિતેલા ર૪ કલાકમાં સોમવારે દેશમાં ૩,૭૬૩ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. ૪,૭૩૬ પુનઃ રીતે સાજા થઈ ગયા હતા. મૃત્યુઆંક ૬પ પર પહોંચી ગયો હતો જેમાં રાષ્ટ્રભરમાં કુલ ર,૩૧,૦૧૭ કેસ થયા, ૧,ર૯,૮૩૦ સાજા થઈ ગયા અને ૪,૭૪પ મરણ પામ્યા.