ઈસ્લામાબાદ,તા.૧૧
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનએ રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી થવા સુધી ભારત સાથે કોઈ વાતચીત શક્ય નથી. ઈસ્લામાબાદમાં ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓની સાથે વાતચીત દરમિયાન ભારતની સાથે મંત્રણાની શક્યતાઓને લઈને પૂછવામાં આવેલા એક સવાલ પર ઈમરાન ખાને આ પ્રતિક્રિયા આપી. ઈમરાન ખાને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ર દરજ્જો બહાલ થવા સુધી ભારતની સાથે વાતચીત શક્ય નથી. તેઓએ દાવો કર્યો કે, ભારત સિવાય અમારો કોઈની સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. ભારત પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન આ પહેલા પણ અનેકવાર કાશ્મીરનું નામ લઈને ભારત પર અનેક આરોપ લગાવી ચૂક્યા છે. ગયા વર્ષે તેઓએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન બન્યા બાદ તેઓએ ભારતને શાંતિનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથોસાથ ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તેઓ શાંતિ તરફ એક પગલું ભરશે તો પાકિસ્તાન બે પગલાં ભરશે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે જણાવી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવી તે દેશનો આંતરિક મામલો છે. ભારત પહેલા પણ પાકિસ્તાનને વાસ્તવિક્તા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રપંચોથી દૂર રહેવા માટે કહી ચૂક્યું છે. તેમણે કહ્યું, જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ત દરજ્જો પરત આપવા સુધી ભારત સાથે વાતચીત સંભવ નથી. તેમણે દાવો કર્યો, ભારતને છોડીને અમારો કોઈ સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો પ્રયાસ ભારત કરી રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રૂપથી જણાવી ચુક્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવી તેનો આંતરિક મામલો છે. ભારત પહેલા પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રચારોથી દૂર રહેવાનું કહી ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન આ પહેલા પણ ઘણીવાર કાશ્મીરનું નામ લેતા ભારત પર આરોપ લગાવી ચુક્યા છે. તેમણે પાછલા વર્ષે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં પીએમ બન્યા બાદ મેં ભારતને શાંતિ પ્રસ્તાવ આપ્યો હતો. સાથે ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તે શાંતિ તરફ એક ડગલું ભરશે તો પાકિસ્તાન બે ડગલા ભરશે. ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારત શાંતિ તરફ આગળ વધવાની જગ્યાએ કાશ્મીરને કબજે કર્યું અને અન્યાયની નવી શરૂઆત કરી દીધી. તેમણે કહ્યું કે, ભારતે કાશ્મીરમાં સૈન્ય ઘેરાબંધી કરી દીધી છે.
Recent Comments