(એજન્સી) તા.૨૯
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાનખાન ૫૩ વર્ષના હતા. આ સમાચારથી બોલિવૂડ અને દેશના લોકો શોકમાં છે. તેમને કોલોન ઇન્ફેક્શનને કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઇરફાનખાનના નિધન પર ટિ્વટ કર્યું. તેમણે લખ્યું વિખ્યાત અભિનેતા ઇરફાનખાનના નિધનથી ખુબ દુઃખ થયું. તેઓ દુર્લભ પ્રતિભા-સંપન્ન કલાકાર હતા. તેમની વિવિધ ભૂમિકાઓમાં છાપ સદાય આપણા દિલોમાં અંકિત રહેશે. તેમનું નિધન, સિને-જગત તથા પ્રશંસકો માટે અપૂરણીય ક્ષતિ છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરાયેલી ટિ્વટમાં તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના દિગ્ગજ કલાકાર ઈરફાનખાનનું મુંબઈમાં નિધન થયું હતું. હજુ એક સપ્તાહ પહેલાં જ તેમની માતાનું જયપુરમાં નિધન થયું હતું. ઈરફાનખાન ઘણા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. ગઈકાલે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે બુધવારે બપોરે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
ઈરફાનખાનનું ૫૪ વર્ષની વયે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. બોલિવૂડમાં ખૂબ સંઘર્ષ કરી એક અલગ અંદાજના અદાકાર રહી ચૂકેલા ઈરફાનખાને પદ્મશ્રીનું પણ સન્માન મળ્યું હતું. ઈરફાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ હતી. આ ફિલ્મના શૂટિંગ વખતે પણ તે બીમારીથી પીડિતા રહ્યા હતા. ઘણી વખતે આ શૂટિંગ સમયે સારવાર પણ કરવી પડતી હતી. તેઓ ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા.
ઈરફાનખાનની વિવિધ ભૂમિકાઓની છાપ હંમેશાં આપણી યાદોમાં રહેશે : રાષ્ટ્રપતિ કોવિંદ

Recent Comments