(એજન્સી)                            તા.ર૯

કેન્દ્રીય બગદાદમાં ઈરાકી પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોની વચ્ચે સંઘર્ષમાં આખી રાતમાં બે પ્રદર્શનકારી મૃત્યુ પામ્યા છે, સુરક્ષા અને આરોગ્ય સ્ત્રોતોએ માહિતી આપી હતી. તહરીર ચોક પર મહિનાઓમાં આ પ્રથમ આવી જીવલેણ ઘટના  હતી, જે પાછલા વર્ષે થયેલ ઘાતક જન અશાંતિના મહિનાઓ દરમ્યાન સરકાર  વિરોધી પ્રદર્શનોનું પ્રતીક બની ગઈ. પ્રદર્શનકારીઓએ તહરીરથી લઈને નજીકના તઈયારન સ્કવેર સુધી માર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં એક હીટવેવ દરમ્યાન વીજળી ખરાબ થવા વિશે જણાવવામાં આવ્યું હતું. જેનાથી ઈરાકમાં તાપમાન પ૦ ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું છે. પોલીસ, મધ્યસ્થો અને પ્રદર્શનકારીઓ મુજબ સુરક્ષા દળોએ માર્ચ કાઢવા અને ટીયર ગેસ છોડવાનો પ્રયાસ કર્યો. એક  સુરક્ષા સૂત્રએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકયા.

સત્તાવાર પંચના સભ્ય અલી બયાતીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે દારૂ-ગોળો તાકયો. વડાપ્રધાન મુસ્તાક અલ-કહીમીએ સોમવારે એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે વિરોધ એક કાયદેસર અધિકાર છે. અમે સુરક્ષા દળો પાસે પ્રદર્શનકારીઓની દિશામાં એક પણ ગોળી ચલાવવાની પરવાનગી નથી. સૈન્ય પ્રવકતા યેટિયા રસુલે એક નિવેદનમાં જણાવ્યું કે સુરક્ષા દળોને પ્રદર્શનકારીઓની વિરૂદ્ધ બળ પ્રયોગ ન કરવાના સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ટીયર ગેસથી ર૬થી વધુ પ્રદર્શનકારી ઘાયલ થયા છે.