(એજન્સી) તા.ર૦
માનવાધિકાર માટેના ઉચ્ચ પંચની કચેરી (ઓએચસીએચઆર)એ ચેતવણી આપી છે કે ઈરાકી શહેર અને બસરા ગવર્નોરેટ સતત વધતા જઈ રહેલા ગરીબી દરથી પીડિત છે. જેમાં લગભગ ૪૦ % રહેવાસીઓ ગરીબી રેખાની નીચે જીવે છે. મે મહિનામાં જ્યારથી પૂર્વ ઈરાકી યોજના મંત્રી નુરી-અલ-દુલાઈમીએ આગાહી કરી હતી કે કોરોના વાયરસ મહામારી ઈરાકના ગરીબી દરમાં ર૦ ટકાનો વધારો કરશે ત્યારથી દક્ષિણ પ્રાંત બસરા અને તેના પોર્ટ શહેરમાં ગરીબીના દરમાં ઝડપી વધારો થયો છે. ત્યારબાદ યુએનએ તે જ મહિનામાં આગાહી કરી હતી કે સમગ્ર દેશમા ગરીબી દર ચાલુ વર્ષે બમણો થઈને ૪૦ % થઈ જશે. ગરીબી દરમાં તીવ્ર વધારો થવાનું પ્રાથમિક કારણ રોગચાળાને લીધે વેપાર અને નાગરિકોના કામમાં રૂકાવટ પેદા થઈ છે. તેમજ તેલ ઉત્પાદન અને વેચાણમાં ઘટાડો થયો છે. દેશની માસિક તેલની આવક નોંધપાત્ર રીતે છ ડોલર અબજથી ઘટીને ફેબ્રુઆરી અને એપ્રિલ મહિના વચ્ચે ૧.૪ ડોલર અબજ થઈ ગઈ હતી. ઓએચસીએચઆર દ્વારા એક નિવેદનમાં આજે જણાવ્યું છે કે ઈરાકી સરકારે બેરોજગાર સ્નાતકો અને બિનસ્નાતકોને ન્યાય અપાવવો જોઈએ. અને નોકરી કરારના જે પૈસા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી તે પૈસા વહેલી તકે જે હકદાર છે તેમને માન સાથે છૂટા કરવામાં આવે. નિવેદનમાં આગળ હતું કે સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે અને તેની આંતરરાષ્ટ્રીય અને બંધારણીય ફરજોમાં પ્રામાણિકતા અને તેલ, ગેસ અને અન્ય મિલકતના કાયદાને કાયદેસર બનાવવા કામ કરવાનો સમય આવી ગયો છે.