(એજન્સી) તા.ર૧
સમાચાર મુજબ મોસુલના ગવર્નર મુજબ ઈરાકના મોસુલ અને તુર્કીની વચ્ચે એક રેલવે બનાવવામાં આવશે.
તુર્કીની કંપનીઓને સમર્થનની સાથે એન્જિનિયરોની એક ટીમ આવનારા દિવસોમાં બન્ને દેશોની વચ્ચે એક નવી આધુનિક રેલવેલાઈન પાથરવાનું શરૂ કરશે. નજીમ અલ જુબારીએ જણાવ્યું કે, મોસુલના કેન્દ્રથી તુર્કી સીમા તરફ બનાવવામાં આવતી રેલવે લાઈનનું લક્ષ્ય ભૂમિ સીમા પારથી તીવ્રતા ઘટાડવાનું છે.
જો કે તેમણે યોજનાના બજેટ અને પડતર વિશે વિવરણ આપ્યું નથી. તુર્કી અને ઈરાકની વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઈન્ફેકશન માટે હાલમાં હબુર-ઈબ્રાહીમ ખલીલ બોર્ડર ગેટ ઉપયોગમાં છે.