(એજન્સી) તા.૨
ઈરાકની સંસદીય સુરક્ષા અને સુરક્ષા સમિતિના એક સભ્યએ જણાવ્યું છે કે, હુમલાખોર અમેરિકન સૈનિકોની ઈરાકમાં શાંતિ વ્યવસ્થાની સ્થાપનામાં કોઈ ભૂમિકા નથી, તેમણે જોઈએ કે આપણા દેશમાંથી પરત ફરી જાય.
મળેલા રિપોર્ટ મુજબ ઈરાકની સંસદની સુરક્ષા અને સુરક્ષા સમિતિના સભ્ય મહેંદી તકીએ જણાવ્યું કે અમેરિકન સૈનિકોને બહાર કાઢવા એક રાષ્ટ્રીય છે, ના કે કોઈ રાજનીતિક નિર્ણય માટે તેમનું ન નીકળવું ઈરાકની રાષ્ટ્રીય સંપ્રભુતાનું અપમાન કરવા જેવું હશે. તેમનું કહેવું હતું કે આતંકવાદથી લડવા માટે ઈરાકની પાસે અલ-હશદુશ્શાબી સેના અને પોલીસ દળ છે, જે દેશમાં શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ છે.
ઈરાકી હુમલાખોર સૈનિક ૨૦૦૩થી ઈરાકમાં તૈનાત છે. અમેરિકાની ઈરાકમાં સૌથી મોટી સૈન્ય છાવણી અલ-અસદ છે, જે અલ અંબાર રાજ્યમાં સ્થિત છે. ઈરાકની વધુ પડતી જનતા અને રાજનૈતિક પાર્ટી અમેરિકન સૈનિકોને દેશમાંથી કાઢવાની માંગ કરી રહ્યા છે. આ દેશની સંસદ પણ વિદેશી સૈનિકોને દેશમાંથી કાઢવાનો પ્રસ્તાવ પસાર કરી ચૂકી છે.
Recent Comments