(એજન્સી) તા.૧
અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિયો જો ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલેહ અને વડાપ્રધાન મુસ્તફા અલકાઝેમીને ફોન કરે છે અને ધમકી આપે છે કે જો મિસાઈલ હુમલા બંધ નહીં થાય તો તે બગદાદમાં અમેરિકન દૂતાવાસ બંધ કરી દેશે તો આ ખૂબ જ શરમજનક અને કૂટનીતિક સંસ્કારોનું ખુલ્લું હનન છે. અમને ખબર નથી કે ઈરાકી રાષ્ટ્રપતિ બરહમ સાલેહ અને વડાપ્રધાન અલકાઝેમીએ કેવી રીતે પોમ્પિયો સાથે ટેલિફોન પર વાત કરવાનું સ્વીકાર કર્યું. તેમણે કૂટનીતિક પ્રોટોકોલ તોડ્યા અને પોતાના ઈરાકી સમકક્ષ સાથે ટેલિફોન પર વાત કરવાના સ્થાને રાષ્ટ્રપતિને ધમકી આપવાનું દુઃસાહસ કર્યું. અમને ખબર નથી કે દૂતાવાસને બંધ કરવા અને સ્ટાફને બગદાદથી ઈરાકી કુર્દ વિસ્તારના કેન્દ્ર અરબિલ સ્થળાંતરીત કરવાની ધમકીમાં અમેરિકા કેટલું ગંભીર છે. બની શકે છે કે આ બધું માત્ર ઈરાકી સરકારને દબાણમાં લાવવાનો પ્રયાસ હોય અને અમેરિકા ઈરાકમાં કુર્દ અરબ અને શિયા-સુન્ની વિવાદ ઊભો કરવા ઈચ્છી રહ્યા હોય. વિવાદ અને ઉપદ્રવ ફેલાવવો અમેરિકાના સ્વભાવનો ભાગ છે. અમેરિકા જેણે ઈરાકને નષ્ટ કર્યું અને આ દેશના ઓછામાં ઓછા ર૦ લાખ નિર્દોષ લોકોને મારી નાખ્યા. જેણે આ દેશની અંદર આતંકી સંગઠનોની મદદ કરી તેને આંતરરાષ્ટ્રીય સમજૂતી અને કાયદા વિશે ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. અમેરિકા આ સમયે ઈરાકમાં ર૦૦૦થી વધુ એનજીઓનું ફંડિંગ કરી રહ્યું છે. તેમાં મહત્તમ એનજીઓ તે છે જે અમેરિકન યોજના મુજબ ઈરાકમાં અશાંતિ અને અસુરક્ષા ફેલાવવામાં વ્યસ્ત છે. આ તે દેશનું દૂતાવાસ છે જેણે ઈરાક પર હુમલો કર્યો. આ દેશ પર કબજો કર્યો. આ દેશના લાખો લોકોની હત્યા કરી, આ સામ્રાજ્યવાદનું પ્રતિનિધિ છે અને આ તે તમામ ષડયંત્રોનું કેન્દ્ર છે. જે ઈરાકને નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું. જો અમેરિકન રાજદ્વારી પોતાના સ્ટાફની સાથે બગદાદથી અરબિલ ફરાર થાય છે તો અમને તેનું કોઈ દુઃખ નહીં થાય, ત્યાં પણ મુશ્કેલી તેમનો પીછો નહીં છોડે અને ત્યાં પણ તે સુરક્ષિત રહેશે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે પોમ્પિયોએ ધમકી આપી છે કે દૂતાવાસ પર મિસાઈલ હુમલો કરનારાઓથી તે બદલો લેશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કન્વેન્શનોની વાત કરતા પહેલા અમેરિકાએ જે ઈચ્છે કે ઈરાક પાસે માફી માંગે અને ઈરાકી અનાથો અને વિધવાઓને અનેક ટ્રિલિયન ડોલર કર વળતર ચૂકવે. જેથી તેના કેટલાક પાપ ધોવાય. આ જ અમેરિકાએ લીબિયાને લાકરબી વિમાન અકસ્માતના મામલામાં જેમાં ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા તો ર૦ લાખ ઈરાકી નાગરિકોને શહીદ કરનાર અમેરિકાએ કેટલું વળતર આપવું જોઈએ. ઈરાકીઓના પ્રતિરોધે ર૦૧૧માં પણ અમેરિકન ફોર્સેજને ઈરાકથી બહાર કાઢવા પર વિવશ કરી દીધા હતા અને આ વખત પણ આ પ્રતિરોધ બાકી બચેલા અમેરિકન સૈનિકો અને જાસૂસોને કાઢવા પર વિવશ કરી દેશે. અમેરિકનોની આ હાજરી ઈરાકીઓ માટે ગર્વની વાત નથી.