(એજન્સી) તા.૧પ
ઈરાકના અલકાદેસિયા રાજ્યમાં અમેરિકાના બે લોજિસ્ટિક કાફલાઓને હુમલાઓના નિશાન બનાવવામાં આવ્યા છે. સમાચાર મુજબ આતંકવાદી અમેરિકન સેનાના આ લાજેસ્ટિક કાફલાઓ પર મંગળવારે અલકાદેસિયાના દિવાનિયા અને સમાવા જિલ્લામાં હુમલા કર્યા છે. અત્યાર સુધી કોઈપણ જૂથ અથવા વ્યક્તિએ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી. વર્તમાન મહિનાઓમાં ઈરાકના વિવિધ વિસ્તારોમાં અનેક વખત આતંકવાદી અમેરિકન સૈનિકોના કાફલાઓને હુમલાઓના નિશાન બનાવવામાં આવતા રહ્યા છે. ઈરાકના વિવિધ વિસ્તારોમાં અમેરિકન સૈનિકો પર હુમલાઓ છતાં વોશિંગ્ટન, ઈરાકથી અમેરિકન સૈનિકોના કાઢવાથી સંબંધિત આ દેશની સંસદના બિલ પર અમલ કરવાથી ભાગી રહ્યા છે. અમેરિકન સૈનિક ર૦૦૩થી ઈરાકમાં તૈનાત છે. ઈરાકી જનતા, પોતાના દેશમાંથી અમેરિકન સૈનિકોને બહાર કાઢવાની ઈચ્છુક છે. ઈરાકી સંસદ પ જાન્યુઆરી ર૦ર૦એ આ દેશમાંથી અમેરિકન સૈનિકોને બહાર કાઢવાના બિલને પરવાનગી આપી ચૂકી છે.