(એજન્સી) તા.ર૮
અમેરિકાના સુરક્ષા મંત્રીનું કહેવું છે કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ નિર્ણય ટ્રમ્પ તંત્રએ કર્યો હતો. સમાચાર મુજબ અમેરિકન સુરક્ષામંત્રી લોઈડ આસ્ટિયનનું કહેવું છે કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા ઓછી કરવા પર પુનઃવિચાર કરી રહ્યા છે. અમેરિકન સુરક્ષા મંત્રાલય પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન બર્કીએ જણાવ્યું કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડવાનો દરેક નિર્ણય, સરકાર સાથે ચર્ચા વિચારણા પછી લેવામાં આવશે. ૧પ જાન્યુઆરીએ અમેરિકન સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે ઈરાકમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડીને રપ૦૦ કરી દેવામાં આવશે. આ જ દિવસ કોંગ્રેસના વિરોધ છતાં અફઘાનિસ્તાનમાં પણ સૈનિકોની સંખ્યા ઘટાડીને રપ૦૦ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેથી આ બતાવી શકે કે તેમણે પોતાના એક ચૂંટણી વચન પર અમલ કર્યો.