(એજન્સી) તા.ર૫
ઈરાનના વિદેશ મંત્રાલયે ગઈકાલે ઈરાકના પાટનગર બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર થયેલા મિસાઈલ હુમલાને વખોડી કાઢતા તેને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખતીબઝાદેહએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો દેશ રાજદ્વારી અને વસવાટી વિસ્તારો પર ના તમામ હુમલાને ફગાવે છે તેમ છતાં હુમલાનો સમય અને ત્યારબાદના રાજ્ય વિભાગનું નિવેદન ખૂબ જ શંકાસ્પદ છે. એવું લાગે છે કે નિવેદન પહેલાંથી જ તૈયાર કરાયું હતું. રવિવારે વહેલી સવારે બગદાદના અતિશય મજબૂત રીતે બંધાયેલા ગ્રીન ઝોનમાં સ્થિત યુ.એસ. દૂતાવાસને જથ્થાબંધ રોકેટસથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જેના કારણે ઈરાન સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા અને દૂતાવાસના કમ્પાઉન્ડને થોડું નુકસાન પહોંચ્યું હતું. હુમલા બાદ યુ.એસ.ના વિદેશ સચિવ માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે ઈરાકી લોકોને બગદાદના તેમના ઉપર અવિચારી હુમલાઓ માટે ઈરાન સમર્થિત લશ્કરી દળો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો અધિકાર છે. જ્યારે બગદાદમાં અમેરિકી દૂતાવાસે તમામ ઈરાકી રાજકીય અને સરકારી નેતાઓને આવા હુમલાઓ અટકાવવા માટે પગલા ભરવા અને જે જવાબદાર છે તેમની પાસેથી જવાબ માંગવા હાકલ કરી હતી.