(એજન્સી) તા.૧૭
ઈરાકે એક જ દિવસમાં કોરોનાના ૩૫૦૦થી વધુ કેસ અને વધુ ૫૬ના મોતની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલય મુજબ હવે દેશવ્યાપી મૃત્યુદર ૧૦,૧૪૨ છે. જ્યારે કુલ કેસ વધીને ૪,૨૦,૩૦૩ થઈ ગયા છે. તેમજ ૩,૫૩,૯૬૨ લોકો સ્વસ્થ થયા છે. કોરોનાએ પાછલા ડિસેમ્બરથી ૧૮૮ દેશોમાં ૧.૧ મિલિયનથી વધુ લોકોના જીવ લીધા છે. હાલમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયા સૌથી પ્રભાવિત દેશ છે.