(એજન્સી) તા.ર
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણી ઈરાકમાં ગેસ પાઈપલાઈન વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને પ૦થી વધુ ઘાયલ થયા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે ૯ શિયા મિલિશિયા લડાકુ ઘાયલ થયા હતા અને બે બાળકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટ બગદાદથી ર૭૦ કિ.મી.ના દક્ષિણી શહેર સમવા પાસે એક મીલિશિયા કેમ્પ પાસે જતી પાઈપલાઈનના ખેંચાણની સાથે થયો. ગેસ અધિકારીઓએ જણાવ્યું કે પાછલા સમયે પાઈપમાં લીકેજ જોવા મળ્યું હતું. પોલીસે જણાવ્યું કે ફાયરફાઈટરને કમર્ચારીઓએ ગેસ લાઈનને બંધ કર્યા પછી આગ પર નિયંત્રણ મેળવ્યું. તેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે સમારકામ માટે ટેકનિકલ ટીમ મોકલી છે. પાવર સ્ટેશનોને સપ્લાયની અછતથી બચવા માટે વૈકલ્પિક પાઈપ લાઈનના માધ્યમથી આગામી કલાકોમાં ગેસ પ્રવાહ ફરીથી શરૂ થશે. ઈરાકી ઉર્જા અધિકારીઓએ જણાવ્યું કે ઘરેલુ લાઈન દક્ષિણી ક્ષેત્રોમાંથી કેટલાક દક્ષિણી શહેરોમાં વીજળી સ્ટેશનો અને બગદાદ પાસે એક પ્રમુખ વીજળી સ્ટેશનોને ખોલવા માટે ગેસનું પરિવહન કરે છે. બે ગેસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટથી ઈરાકના ગેસ ઉત્પાદન અને પ્રસાર કાર્યો પર કોઈ અસર પડશે નહીં.