(એજન્સી) તા.ર૪
ઈરાકની રાજધાનીમાં એક દારૂની દુકાનની બહાર મૂકેલી બેગમાં બોમ્બ મળ્યા પછી બગદાદમાં એક સફાઈ કર્મચારીનું મોત થયું છે. ઈસ્સા ખામિસે જણાવ્યું કે, તે પોતાનું કામ કરી રહ્યો હતો અને બેગને હટાવીને રસ્તો સાફ કરવા ઈચ્છતો હતો. ઈરાકી સુરક્ષા મીડિયા સેલે જણાવ્યું કે, ૧પ ડિસેમ્બરે શહેરના પશ્ચિમમાં વિસ્ફોટ કરનાર ત્રણ જુદા-જુદા બોમ્બની સાથે દારૂ પીરસવાના સ્થળો પર આ નવીનતમ હુમલો છે. સ્થાનિક મીડિયા મુજબ સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે, “બોમ્બ હવે પહેલાંની જેમ નથી અને દારૂની દુકાનો અથવા નાઈટ ક્લબોના માલિકોને ભયભીત કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલા સ્ટન ગ્રેનેડ સુધી સિમિત છે. પીપલ ઓફ ધ ગૂડ સમૂહે જણાવ્યું કે, ૧૪ ડિસેમ્બરે ઈરાકી સુરક્ષા દળોએ શરૂની દુકાનોથી દૂર રહેવાનું આહ્‌વાન કર્યું છે. કારણ કે, અમે ત્યાં સુધી તેમને નિશાન બતાવતા રહીશું જ્યાં સુધી કે બગદાદની જમીન તેમની ગંદગીથી મુક્ત નથી થઈ જાત. ઈરાકી આંતરિક મંત્રાલયે હાલમાં જ જાહેરાત કરી છે કે, તેણે બગદાદમાં લાયસન્સ વિનાની ૯૧ દારૂની દુકાનો અને નાઈટ ક્લબોને બંધ કરી દીધી છે. ર૦૧૬માં ઈરાકમાં દારૂ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ હતો. તેને એક વર્ષ પછી ઓછું કરી દેવામાં આવ્યું હતું. તેના એક વર્ષ પછી ઓછું કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ર૦૧૮ના બજેટમાં દારૂ પર ર૦૦ ટકા કર લાગુ કરવામાં આવ્યો હતો.