(એજન્સી) તા.રપ
એક ગોપનીય દસ્તાવેજમાં ઈરાની કુદ્‌સ ફોર્સના કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યાની બરસી પર ઈરાકના પાટનગર બગદાદમાં યુ.એસ. બેઝને નિશાનો બનાવીને હુમલો કરવાની યોજના છતી થઈ હતી. ગુરૂવારે ખાનગી ટીવી ચેનદ દિજલાહ ટીવી સહિત સ્થાનિક મીડિયાને ઈરાકના આંતરિક મંત્રાલયમાંથી લીક કરાયેલા દસ્તાવેજમાંથી આમ જાણવા મળ્યું હતું, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતો થયો હતો. ત્રીજી જાન્યુઆરીએ જનરલ સુલેમાની અને ઈરાકના પ્રખ્યાત ગતિશીલ દળો (પીએમએફ)ના વડા અબુ-મહદી અલ-મુહંદિસ એક અમેરિકી હુમલામાં માર્યા ગયા હતા, જયારે તેઓ ગાડીમાં બગદાદ તરફ જઈ રહ્યા હતા. દસ્તાવેજમાંથી જાણવા મળ્યું છે કે કાયદા વિરોધી તત્વો બગદાદ એરપોર્ટ નજીક વિકટોરિયા યુ.એસ. સૈન્ય બેઝ પર અદ્યતન ટેકનોલોજી ધરાવતી મીસાઈલો સાથે હુમલો કરવાનો ઈરાદો ધરાવતા હતા. દસ્તાવેજમાં સંકેત હતા કે, હુમલો કરવાની તારીખ ૩ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી હતી, અને ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારને હુમલો કરવા માટે લક્ષ્યાંકિત કરાયો હતો તે બગદાદના પશ્ચિમમાં સ્થિત અબુ ઘરીબ જિલ્લો છે. જો કે દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. કે યુ.એસ. સૈન્ય બેઝ પર મીસાઈલ હુમલો કરવાનો ઈરાદો કઈ પાર્ટીઓ રાખે છે. ઈરાકી અધિકારીઓ દ્વારા આ લીક થયેલા દસ્તાવેજ પર ૧રઃ૪પ વાગ્યા સુધી કોઈ ટિપ્પણી કરાઈ ન હતી. રવિવારે કેટલાક અજાણ્યા વ્યકિતઓએ બગદાદના ગ્રીન ઝોનમાં સ્થિત યુ.એસ. દુતાવાસ પર આઠ રોકેટ ફેંકયા હતા. જેમાંથી મોટા ભાગની મીસાઈલો વસવાટના મકાનો પર પડી હતી. જયારે એક અન્ય સુરક્ષા ચોકી પર અથડાઈ હતી. જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો.