(એજન્સી) તા.૧૧
દેશની ટોચના માનવઅધિકાર દેખરેખ સમિતિના રિપોર્ટ મુજબ સુરક્ષા દળોના સભ્યો સહિત ૪૩ લોકોની સાથે ઓછામાં ઓછા બે લોકોની હત્યા કરવામાં આવી અને ૩૦ની જીકર રાજય ઈરાકમાં વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરવામાં આવી. ઈરાકના ઈન્ડિપેન્ડેટ હાઈકમિશન ફોર હયુમન રાઈટસે જણાવ્યું કે હત્યા અને અપહરણ ઉપરાંત સુરક્ષા દળોના ટીયર ગેસ, વાસ્તવિક અને પ્લાસ્ટીકની ગોળીઓનો ઉપયોગ અને પ્રદર્શનકારીઓના પથ્થરોના ઉપયોગનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. તેણે અશાંતિના સંબંધમાં શાંત અને સંવાદનું આહવાન કર્યું. બગડતી જીવનશૈલી, બેરોજગારી અને અકુશળતાના કારણે ઓકટોબર ર૦૧૯થી અનેક રાજયોમાં વિરોધ પ્રદર્શન થયા છે. પ્રદર્શનોના કારણે પૂર્વ વડાપ્રધાન એડેલ અબ્દુલ મહેંદીની સરકારે રાજીનામું આપી દીધું હતું. વર્તમાન પ્રધાન મુસ્તફા અલ-કાદીમીની સરકારે જણાવ્યું કે તે કાર્યકર્તાઓની હત્યામાં સામેલ લોકો પર કેસ ચલાવશે.