(એજન્સી) તા.૧૦
ઈરાકી વીજળી મંત્રાલયે કાલે વીજળીની ભારે અછતને દૂર કરવા માટે તુર્કીથી ર૦૦ મેગા વોલ્ટ વીજળી આયાત કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મંત્રાલયના પ્રવકતા અહેમદ અલ-અબાદીએ જણાવ્યું કે, વડાપ્રધાન મુસ્તુફા અલ-કદીમીની પરવાનગી મેળવ્યા પછી મંત્રાલયે દેશના ઉત્તરમાં મોસુલ કેમ સ્ટેશનના માધ્યમથી ર૦૦ મેગાવોલ્ટ વીજળી આયાત કરવા માટે તુર્કીની સાથે વાતચીત શરૂ કરી. અલ-અબાદીએ સમજાવ્યું કે આયાતિત વીજળી ઉત્તરી રાજ્યોની વીજળીની જરૂરતોને કવર કરશે, આ જોતા કે બંને પક્ષ ટેકનિકલ મામલાઓ અને તેમની વચ્ચે વિદ્યુત કનેકશનથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. પાછલા ડિસેમ્બરમાં તુર્કી એનર્જી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ બુરક કુયાને જણાવ્યું કે, તુર્કી વીજળી નિકાસ માટે એક નવું બજાર હોઈ શકે છે. આ કહેતા કે તુર્કીને ઓછા અંતરના કારણે ઈરાકને વીજળી નિકાસ કરવામાં કોઈપણ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઈરાકી વીજળી મંત્રાલય મુજબ બગદાદમાં ૧૩,પ૦૦ મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન થાય છે અને ચાલુ વર્ષ દરમ્યાન ૩,પ૦૦ મેગાવોલ્ટ વીજળી જોડવાની યોજના છે, જેનાથી નવા ઉત્પાદક એકમો સેવામાં આવી શકે. જો કે, આ અંદાજ છે કે દેશને આત્મનિર્ભર બનવા માટે ર૦૦૦થી વધુ મેગાવોલ્ટની જરૂરત હશે.