(એજન્સી) તા.પ
ઈરાકી સુરક્ષા દળોએ રવિવારે રાજધાની બગદાદમાં બે દાઈશ આતંકવાદીઓની ધરપકડ કરી ઈરાકના આંતરિક મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુું છે કે પશ્ચિમી શહેર ફાલુજામાં સમૂહના જાસૂસી એકમ પર થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર હતા. મંત્રાલય મુજબ બંને આતંકવાદીઓએ સુરક્ષા દળો અને નાગરિકોની વિરૂદ્ધ હુમલા કરવાની વાત સ્વીકારી હતી. ર૦૧૭માં ઈરાકે પોતાના તમામ ક્ષેત્રો દેશના એક તૃતિયાંસ વિસ્તાર પર હુમલો કરી ર૦૧૪માં આતંકવાદી સમૂહ પાસેથી ફરી મેળવી દેશ પર જીતની જાહેરાત કરી. જો કે, આતંકવાદી અત્યારે પણ ઈરાકના મોટા વિસ્તારોમાં સ્લીપર સેલ ધરાવે છે અને સમય-સમયે હુમલા કરે છે. ઈરાકી સેના સતત તેમની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.