(એજન્સી) તા.૨૭
ઈરાક અને ઈજિપ્તમાં આરોગ્ય અધિકારીઓએ ગુરૂવારે એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર બાયોએનટેક અને ચીનના સિનોફાર્માથી કોરોના વાયરસ વેક્સિનની લાખો ડોઝ ખરીદવાની જાહેરાત કરી. ઈરાકી આરોગ્યમંત્રી હસન-તમીમીએ જણાવ્યું કે ઈરાકે કોરોના વાયરસ વેક્સિનના ૧૭.૫ મિલિયન ડોઝ ખરીદી એક પ્રમાણ જે ઈરાકી વસ્તીના લગભગ ૨૦ ટકા છે, વર્તમાન અંદાજ મુજબ ૩૭ મિલિયન વસ્તી છે. અલ-તમીમીએ જણાવ્યું કે, “૧૬ મિલિયન ડોઝ બ્રિટિશ એસ્ટ્રાઝેનેકા કંપની પાસેથી અને ૧.૫ મિલિયન ખોરાક અમેરિકન ફાઈઝર કંપની પાસેથી ખરીદવાની છે.” ઈજિપ્તના નાણામંત્રી મોહમંદ માઅતેે ગુરૂવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તેમનો દેશ કોરોના વેક્સિનના ૫૦ મિલિયન ડોઝ ખરીદશે. માએતે જણાવ્યું કે ઈજિપ્તે એસ્ટ્રાઝેનેકાની સાથે ૩૦ મિલિયન ડોઝ અને ચીની સાઈનોફાર્મા સમૂહની ૨૦ મિલિયન ડોઝ ખરીદવા માટે એક સોદો કર્યો. ઈરાકમાં અત્યાર સુધી ૫,૮૮,૮૦૩ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં ૨૧,૭૪૪ લોકોના મોત થયા છે અને ૫,૨૭,૩૪૧ લોકો સ્વસ્થ થયા છે. ઈજિપ્તે ૭૨૬૦ મૃત્યુ અને ૧,૦૮,૪૭૪ રિકવરી સહિત ૧,૨૮,૯૯૩ કેસનું સમર્થન કર્યું છે.
ઈરાક, ઈજિપ્તે કોરોના વેક્સિન ખરીદવાની તૈયારી કરી

Recent Comments